દિલ્હીઃ કોરોના સામે લડાઈ લડતા ભારત સામે બ્લેક ફંગસ નામની સમસ્યાએ માથુ ઉચક્યું છે. તેમજ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન દિલ્હીમાં બ્લેકફંગસથી પીડિત યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં બ્લેક ફંગસ પીડિત યુવાનનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દિલ્હીની એમ્સમાં 75 જેટલા બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠના 37 વર્ષિય યુવાને 16મી મેના રોજ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેની આંખો લાલ અને નાકમાંથી લોહી નીકળતું હતું. તેના અનેક રિપોર્ટ કરાવામાં આવ્યાં હતા. જેમાં બ્લેક ફંગસ હોવાનું સામે આવ્યું છે. જેથી તબીબોએ તેની સારવાર શરૂ કરી હતી. તેમજ તેની જરૂરી સર્જરી પણ કરવામાં આવી હતી. દરમિયાન યુવાનનું મોત થયું હતું. યુવાનનું મોત કાર્ડિયક એટેકમાં થયાનું મનાઈ રહ્યું છે.
કોરોના પીડિત દર્દીઓને વધારે માત્રામાં દવા આપવામાં આવે તો બ્લેક ફંગસ થવાની શકયતાઓ રહેલી છે. તેમાંય ખાસ ડાયબિટીશના દર્દીઓને વધારે જોખમ રહેલું છે. હાલ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન દિલ્હીમાં બ્લેક ફંગસની બીમારીથી પીડિતા યુવાનનું મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ઇએનટી રોગ ચિકિત્સક ડૉક્ટર સુરેશ સિંહેના જણાવ્યા અનુસાર યકૃત રોગ, મધુપ્રમેહ, વૃદ્ધાવસ્થા, જેવા રોગીઓને સ્ટીરોઇડ આપવામાં આવે છે જેના કારણે તેમની ઇમ્યૂનીટી ઘટી જાય છે. કોવિડના દર્દીઓને આ રોગ થવાની સંભાવના રહે છે જ્યારે બ્લેક ફંગસથી મૃત્યુદર 75 ટકા છે. મ્યૂકરમાઇકોસિસના ઇલાજમાં ઉપયોગ થનારી દવાઓના ગંભીર સાઇડ ઇફેક્ટ છે અને તેના કારણે શરીરમાં અન્ય સમસ્યા થાય છે.