દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી નજીક બિકાનેર-ગુવાહાટી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના છ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને નવ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આજે કેન્દ્રીય રેલવે મંત્રી ઘટના સ્થળની મુલાકાત લે તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી રહ્યો છે. આ ટ્રેન દુર્ઘટનામાં 31 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બીકાનેરથી ગુવાહાટી જઈ રહેલી આ એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર બંગાળના પોલીસ મહાનિરીક્ષક (IGP) ડીપી સિંહે કહ્યું હતું કે મોડી રાત સુધી બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના બે કોચમાં કેટલાક મુસાફરો ફસાયેલા હતા. જોકે, તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ આ દૂર્ઘટનામાં નવ મુસાફરોના મોતની જાણકારી આપી છે. “બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. 36 ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુસાફરોને વિશેષ ટ્રેન દ્વારા ગુવાહાટી મોકલવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 9 થઈ ગયો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 અન્ય ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાત મુસાફરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને સિલિગુડીની ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.