Site icon Revoi.in

અંબાજીના ચાચર ચોકમાં ગરબા અંગે લેવાયેલા નિર્ણયમાં મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો ફેરફાર

Social Share

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિના પર્વ ગણાતા નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. મંદિરના ચાચર ચોકમાં માતાજીના ગરબે ઘૂમવાનું અનેરૂ મહાત્મ્ય છે. ત્યારે અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં માત્ર મહિલાઓ જ ગરબા યોજાશે. જ્યારે પુરૂષોએ પિત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો ભારે વિરોધ થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉના લીધેલા નિર્ણયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. હવે પરુષોને ચાચર ચોકમાં ગરબા રમવા માટે જગ્યા ફાળવવામાં આવી છે અને મહિલાઓ માટે ચાચર ચોકમાં જ અલગ જગ્યા ફાળવી છે જેમાં પુરુષોને એન્ટ્રી નહિં મળે. જો કોઈ પરિવારને સાથે રમવું હોય તો તેઓ પુરુષોને ફાળવેલી જગ્યા પર ગરબા રમી શકશે.

અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિર દ્વારા નવરાત્રી દરમિયાન એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પુરુષ અને મહિલાઓ અલગ અલગ જગ્યાએથી મંદિરમાં પ્રવેશ કરશે અને ગરબા દરમિયાન મહિલાઓ અને પુરુષો અલગ અલગ ગરબા રમશે. મહિલાઓ ચાચર ચોકમાં ગરબા રમશે તો પુરુષો શક્તિદ્વારથી લઈને પીત્તળ ગેટ સુધી ગરબા રમી શકે તેવો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. જેના એક જ દિવસમાં મંદિર ટ્રસ્ટે નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જેમાં પરુષોને ચાચર ચોકમાં ગરબા રમવા માટે જગ્યા ફાળવવામાં આવી છે અને મહિલાઓ માટે ચાચર ચોકમાં જ અલગ જગ્યા ફાળવી છે જેમાં પુરુષોને એન્ટ્રી નહિં મળે. જો કોઈ પરિવારને સાથે રમવું હોય તો તેઓ પુરુષોને ફાળવેલી જગ્યા પર ગરબા રમી શકશે.

અંબાજીમાં આ વખતે નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ ગરબા યોજાશે. મંદિર તંત્ર તરફથી અંબાજીના ચાચર ચોકમાં માત્ર મહિલાઓના અલગ ગરબા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે પુરૂષોએ પિત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે તેવું તંત્ર તરફથી નક્કી કરાયું હતું. આ નિર્ણયનો વિરોધ થતાં આખરે મંદિર તંત્રએ આસ્થા સામે ઝૂકવું પડ્યું છે અને નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ચાચર ચોકમાં મહિલા અને પુરુષો ગરબા રમી શકશે અને મહિલાઓની લાઈન અને પુરુષોની લાઈન અલગ રહેશે.અગાઉ મહિલાઓની ગરિમા જળવાય રહે તે માટે પુરુષ અને સ્ત્રીઓ એક સાથે ગરબા નહીં રમી શકે તેવું જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જે પછી પુરુષોએ પિત્તળચોક બહાર અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું હતું અને ત્યાં જ ગરબા રમવા અને ગાવા માટે કહેવામાં આવ્યું હતું અને ગરબામાં પ્રવેશ કરવા માટે લોકોએ પોલીસને પોતાની ઓળખ દર્શાવવી પડશે. તેવો નિર્ણય હવે બદલવામાં આવ્યો છે. તે ઉપરાંત ચાચરચોકમાં ગરબા રમવા કે જોવા માટે આવનારા તમામ વ્યક્તિઓએ ઓળખપત્ર સાથે રાખવું પડશે. ઓળખપત્ર હશે તો જ પ્રવેશ આપવામાં આવશે.  અંબાજી માતાજીના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં પણ આવ્યું છે. ખાસ તો રાત્રે લાઈટના અલગ અલગ રંગોથી અંબાજી મંદિર મનમોહક દૃશ્ય ઉપજાવે છે.