નવી દિલ્હીઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અજમેર દરગાહના આધ્યાત્મિક વડા જૈનુલ આબેદિન અલી ખાને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કાયદા અનુસાર અને આતંકવાદને રોકવા માટે કરવામાં આવી છે. સૌએ તેનું સ્વાગત કરવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જો દેશ સુરક્ષિત છે તો આપણે સુરક્ષિત છીએ, જો કોઈ આ દેશની એકતા અને સાર્વભૌમત્વ અથવા દેશની શાંતિને બગાડવાની વાત કરે છે તો તેમને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી PFIની રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓના સતત અહેવાલો આવી રહ્યા છે અને તેના પર લગાવવામાં આવેલ પ્રતિબંધ દેશના હિતમાં છે. તેમણે કહ્યું, ‘મેં પોતે બે વર્ષ પહેલા સરકારને પહેલીવાર PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.