Site icon Revoi.in

ટીઆરબી જવાનોને મુક્ત કરવાનો નિર્ણય હાલ મોકુફ રખાયો

Social Share

અમદાવાદઃ ટીઆરબી જવાનોને મુક્ત કરવાના નિર્ણયને પગલે રાજ્યભરમાં ટીઆરબી જવાનો રોષ ફેલાયો હતો. તેમજ સરકાર સામે મોરચો ખોલવાની કવાયત શરુ કરી હતી. દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રીની આગેવાનીમાં એક મીટીંગ મળી હતી. જેમાં હાલની સ્થિતિએ ટીઆરબી જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ટીઆરબી જવાનોને ફરજ પરથી મોકુફ કરવાના નિર્ણયના પગલે ટીઆરબી જવાનોમાં નારાજગી ફેલાઈ હતી. દરમિયાન ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મીટીંગ મળી હતી. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તથા કે.કૈલાશનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ ટીઆરબી જવાનો મામલે બેઠકમાં લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવ્યો હતો. જેમાં હાલ TRB જવાનોને ફરજમાંથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો હોવાનું જાણવા મળે છે. સાથે જ TRB જવાનોમાં જેની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી હશે તથા ભ્રષ્ટાચારની ફરિયાદ હશે એમને પણ ફરજમાં પાછા ન લેવા વિચારણા કરવામાં આવી હતી. ટીઆરબી જવાનોને મુક્ત કરવાના નિર્ણયને પગલે ટીઆરબી જવાનોમાં રોષ ફેલાયો હતો, તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં દેખાવો યોજવામાં આવ્યાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં ટીઆરબી જવાનોને ટ્રાફિકની જવાબદારી સોંપવામાં આવી છે. દરમિયાન કેટલાક ટીઆરબી જવાનો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપનો સામનો કરતા જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.