ગરીબીની વ્યાખ્યા હવે બદલાઈ ગઈ છે, જાણો તમે ક્યા ક્લાસમાં આવો છો તેના વિશે
વિશ્વમાં તથા દેશમાં ગરીબ કોણ છે તેના વિશે સટીક અંદાજ લગાવવો તો લગભગ અશક્ય બરાબર છે. કેટલીક મોટી સંસ્થાઓ દ્વારા તથા સરકાર દ્વારા કેટલાક માપદંડના આધારે ગરીબી નક્કી કરવામાં આવે છે પણ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, પણ હવે વિશ્વ બેંક દ્વારા એવા આંકને જાહેર કરવામાં આવ્યા છે જેના પછી તો શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશમાં જેની પાસે ખાવાના રૂપિયા નહીં હોય તે પણ ગરીબ રહેશે નહી.
વાત જાણીને સૌ કોઈ ચોંકી જશે કે વિશ્વ બેંકની નવી જાણકારી અનુસાર જો કોઈ વ્યક્તિ રોજના 167 રૂપિયા (2.15 ડોલર) કરતા ઓછા કમાય તો તેને અત્યંત ગરીબ ગણવામાં આવશે.
આ નવા માપદંડને જો ધ્યાનમાં લઈએ તો હવે જે વ્યક્તિ રોજિંદુ 2.15 ડોલર પ્રતિદિનથી પણ ઓછું કમાણી કરતો હોય તો તેને અત્યંત ગરીબ શ્રેણીમાં ગણી શકાય. 2017માં વૈશ્વિક સ્તરે આ શ્રેણીમાં 70 કરોડ લોકો હતા જ્યારે હાલના સમયને જોતા હવે તેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં વધારો દુનિયાના અન્ય ભાગોની સરખામણીમાં 2011 અને 2017 વચ્ચે ઓછી આવકવાળા દેશોમાં પાયાની જરૂરિયાતના ભોજન, કપડાં અને મકાનની જરૂરીયાતમાં વધારો દર્શાવ છે. સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે 2011ના સમયમાં 1.90 ડોલરનું જે મૂલ્ય હતું તે જ મૂલ્ય 2017માં 2.15 ડોલરનું છે.
જો વાત ભારતની કરવામાં આવે તો અહીંયા લોકોની આવક એટલી તો છે કે તે સામાન્ય જરૂરીયાતને પુરી કરી શકે પણ જો વાત કરવામાં આવે થોડી વધારે સારા જીવનની જેમ કે ગાડી ખરીદવી, કે ઘર લેવુ તો તે આજે પણ લોન માટે લાંબો સમય ધક્કા ખાવા પડે છે અને ક્યારેક તો કેટલીક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડે છે.