Site icon Revoi.in

દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી

Social Share

દિલ્હી:દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી છે.આ સાથે જ સરકારે અધિકારીઓને નવી એક્સાઇઝ પોલિસી જલ્દી તૈયાર કરવા સૂચના આપી છે.આ સાથે હવે 6 મહિનામાં પાંચ ડ્રાય ડે આવશે.

આ 6 મહિનામાં સરકાર દ્વારા મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, બુદ્ધ પૂર્ણિમા, ઈદ અલ-ફિત્ર અને ઈદ અલ-અદહા પર 5 ડ્રાય ડે હશે.હાલમાં 6 મહિના માટે માત્ર જૂની એક્સાઈઝ પોલિસી કેરી ફોરવર્ડ કરવામાં આવી છે.

દિલ્હી સરકારે નવી એક્સાઈઝ પોલિસી પાછી ખેંચી લીધી હતી.નવી આબકારી નીતિ ઘડવામાં આવી ત્યાં સુધી જૂની નીતિનો અમલ કરવામાં આવ્યો હતો.