- કોરોનાવાયરસને લઈને વધી ચિંતા
- ડેલ્ટા વાયરસનું બદલાયું સ્વરૂપ
- જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યુ ડેલ્ટા વેરિયન્ટ વિશે
નવી દિલ્લી: કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટના બદલાતા સ્વરૂપને લઈને વૈજ્ઞાનિકોમાં ચિંતા પ્રસરી છે. આ વેરિયન્ટની ઓળખ ભારતમાં સૌથી પહેલા થઈ હતી અને કોરોનાવાયરસની બીજી લહેરને આટલી ગંભીર બનાવવા પાછળ આ વેરિયન્ટ જ જવાબદાર માનવામાં આવે છે.
હાલમાં વાયરસના નવા પ્રકારના કારણે બીમારી કેટલી ઘાતક બની શકે છે તેનો કોઈ સંકેત મળી રહ્યો નથી. ડેલ્ટા પ્લસ એ મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ ઉપચાર રોધી છે જેને હાલમાં ભારતમાં સ્વીકૃતિ મળી છે.
આ વાયરસ વિશે જાણકારી વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે. દિલ્હીની સીએસઆઈઆર – જીનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થામાં વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાએ રવિવારે ટ્વિટ કર્યું છે કે, કે417એન ઉત્પરિવર્તનના કારણે બી1.617.2 પ્રકાર બન્યો છે જેને એવાઈ.1ના નામે પણ ઓળખવામા આવે છે.
તેઓએ આગળ કહ્યું કે આ ઉત્પરિવર્કન સાર્સ સીઓવી-2ના સ્પાઈક પ્રોટીનમાં થયું છે જે વાયરસને માનવ કોશિકાઓમાં જઈને સંક્રમિત કરવામાં મદદ કરે છે. સ્કારિયાએ કહ્યું છે કે કે417એનથી બનેલો આ પ્રકાર વધારે નથી. આ સીક્વન્સ ખાસ કરીને યૂરોપ, એશિયા અને અમેરિકામાં જોવા મળી રહી છે.
ભારતમાં તેની ખાસ અસર નથી માટે ચિંતાની કોઈ વાત નથી. તેઓએ કહ્યું છે કે આ ઉત્પરિવર્તન વાયરસના વિરોધમાં પ્રતિરોધક ક્ષમતાથી સંબંધિત હોઈ શકે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા વિશેષજ્ઞ વિનિતા બલે કહ્યું કે વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલનો પ્રયોગને ઝટકો લાગ્યો છે. તેનો અર્થ એ નથી કે વાયરસ વધારે સંક્રામક છે અને તેનાથી બીમારી વધારે ઘાતક હોઈ શકે છે.