કોરોનાનું સંક્રમણ વધતા છેલ્લા 30 દિવસમાં ઓક્સિજનની માગમાં 13 ગણો વધારો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરો અને નાના-મોટા શહેરોમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે ઓક્સિજનનો વપરાશ પણ
તબીબી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના દર્દીઓને કારણે ઓક્સિજનની માગમાં જબ્બર વધારો થયો છે. ગુજરાતમાં કોરોના કાળ પહેલા 75 મેટ્રિક ટનની જરૂરિયાત રહેતી હતી. જે અત્યારે તે આંકડો વધીને 1 હજાર મેટ્રિક ટન થયો છે. એટલે કે તેમાં 13 ગણાનો વધારો થયો છે. ‘જ્યાં ઉત્પાદન 100થી 200 મેટ્રિક ટન વધારવામાં આવ્યું છે, ત્યારે માગ પણ મોટા પ્રમાણમાં રહી છે.
કોવિડ-19ના કેસની વાત કરીએ તો, એકલા અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 5142 કેસ નોંધાયા હતા. તેની સામે ડિસ્ચાર્જ થયેલા અને મૃત્યુ પામનાર દર્દીઓની કુલ સંખ્યા 999 હતી. અંદાજ પ્રમાણે ઓક્સિજન બેડની જરૂરિયાતવાળા 25 ટકા દર્દીઓની સામે આજે 1 હજાર જેટલા બેડની જરૂરિયતવાળા માટે હશે.
હોસ્પિટલોના સંચાલકોની અડધી એનર્જી તો માત્ર સંસાધનોના સંચાલનમાં જતી રહે છે. જ્યારે ઓક્સિજનની અછત શરુ થાય ત્યારે કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતી શહેરની હોસ્પિટલો માટે સમય સાથેની એક રેસ હોય છે. જ્યાં એક તરફ મોટાભાગની હોસ્પિટલોએ રિફિલ પ્લાન્ટ્સમાંથી ઓક્સિજન લાવવા માટે વાહનો ભાડે રાખ્યા છે, તો બીજી તરફ ડોક્ટરો આ કપરી સ્થિતિમાં એકબીજાની મદદ કરવા માટે પણ તૈયાર છે.