PM મોદીને ‘ભારત રત્ન’ આપવાની માંગ લોકસભામાં ઉઠી,જાણો બીજેપીના કયા સાંસદે ઉઠાવી માંગ
દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગુમાન સિંહ ડામોરે ગુરુવારે લોકસભામાં કહ્યું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભારત રત્ન’ આપવો જોઈએ.ડામોરે ગૃહમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે આ માંગ કરી છે.
ભાજપના સાંસદે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારમાં આદિવાસીઓ અને ગરીબોના કલ્યાણ માટે મહત્તમ કામ થઈ રહ્યા છે.કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશના દરેક ગામમાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ નામ લઈ રહ્યા છે.
તેમણે કહ્યું, ‘શું તમામ વર્ગો માટે કામ કરી રહેલા વડાપ્રધાનને ‘ભારત રત્ન’ ન મળવો જોઈએ? હું વિનંતી કરવા માંગુ છું કે આપણા વડાપ્રધાનને ‘ભારત રત્ન’ મળવો જોઈએ.