1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરના બેડી બંદરનો વિકાસ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે થઈ શક્તો નથી
જામનગરના બેડી બંદરનો વિકાસ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે થઈ શક્તો નથી

જામનગરના બેડી બંદરનો વિકાસ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે થઈ શક્તો નથી

0
Social Share

જામનગર : ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. ગુજરાત સદીઓથી વેપાર-વણજ માટે વહાણવટા સાથે જોડાયેલુ છે. એક જમાનો હતો કે, ખંભાત, ધોલેરા, ભાવનગરથી લઈને જામનગર અને કચ્છ સુધીના બંદરો 24 કલાક વહાણવટાથી ધમધામતા હતા હતા. કાળક્રમે અનેક બંદરો બંધ થઈ ગયા.જેમાં ખંભાત અને ધોલેરા સહિતના કેટલાક બંદરો કૂદરતી સ્થિતિ એવી સર્જાતા બંધ થયા હતા. જ્યારે કેટલાક બંદરોનો વિકાસ સરકારની નિષ્ક્રિયતાથી થઈ શક્યો નથી. એમાં જામનગરના બેડી બંદરનો સમાવેશ થાય છે

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. જોકે રાજકીય ઇચ્છાશક્તિના અભાવે જામનગરના મોટાભાગના બંદરો હાલ વિકાસને બદલે વિનાશ થતો જોવા મળી રહ્યો છે. સિક્કા સલાયા બેડી બંદર સંચાણા સહિતના બંદરો પર માછીમારો બેરોજગાર થતા જોવા મળી રહ્યા છે. કારણકે માછીમારોને યોગ્ય પ્રોત્સાહન રાજ્ય સરકારે આપ્યું નથી. તેમજ બંદરનો વિકાસ કરવામાં ન આવતા ક્યાંકને ક્યાંક માછીમારી કરી રહેલા માછીમારો પણ અન્ય ધંધા તરફ વળ્યા છે. એક સમયે જામનગરના બેડી બંદરનો સુવર્ણ કાળ હતો. અહીં વિદેશથી મરી મસાલા તેમજ ખજુર ખારેક મોટા પ્રમાણમાં શીપ મારફતે લઈ જવામાં આવતી હતી. જોકે હાલ માત્ર કોલસાની આયાત નિકાસ બંદર મારફતે કરવામાં આવી રહી છે. જામનગરના બેડી બંદરના ૩૦૦ જેટલી બોટના રજિસ્ટ્રેશન એસોસિએશનમાં થયું છે. 1800 થી વધુ કુટુંબો માછીમારોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે માછીમારો અને યોગ્ય પ્રોત્સાહન ન મળતાં આ માછીમારો બેરોજગાર બન્યા છે.

ગુજરાતના એ જમાનામાં બંદરોનો સૂવર્ણકાળ હતો. એ સમયે લોકો દરિયાઈ મુસાફરી કરતા હતા. સઢવાળા વહાણોનો ભારે દબદબો હતો. ગાંધીજીએ પણ આફ્રિકા જવા દરિયાઈ મુસાફરી કરી હતી. વેરાવળ અને જામનગરથી કરાંચી સુધી દરિયાઈ માર્ગે વહાણોમાં બેસીને લોકો મુસાફરી કરતા હતા. સઢવાળા વહાણોનો દબદબો હતો. દરિયાઈ પરિવહન અને ટ્રાન્સપોર્ટેશન શરૂ થયુ તેમાં અડધો ફાળો વેરાવળ-જામનગરથી કરાંચી સુધી ગુજરાતના ઔદ્યોગિક સાહસિકોનો હતો. ટનની આયાત નિકાસ થઈ હતી. ધમધમતા વેરાવળ બંદરેથી અગાઉ 1997 માં 31273 ટન માલની આયાત નિકાસ નોંધાઈ હતી. એ પછી વેપાર દિનપ્રતિદિન ઘસાતો જ ગયો હતો. 2003માં ફકત 41420 ટનનો જ વેપાર થયો હતો. છેલ્લે 20003માં અહી છેલ્લી વિદેશી સ્ટીમર આવી હતી. ત્યાર પછી કોઈ જ વાહણ કે વ્યાપારી સ્ટીમર આવી નથી. જામનગરનું બેડી બંદર હાલ વિકાસ ઝંખી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code