Site icon Revoi.in

આ મંદિરમાં ભક્તોએ કર્યું એટલું દાન કે ગણતરી કરનારાઓ એ પણ લેવો પડ્યો આરામ, નોટની ગણતરી મશીનથી શક્ય પણ સિક્કા ગણવા બન્યા મુશ્કેલ

Social Share
શબરીમાલા મંદિર વિશ્વભરમાં જાણીતું છે જે કેરળમાં સબરીમાલા ગામમાં આવેલું  પોતાના કઠોર નિયમોને લઈને પણ ઓળખાય છે. અહીં ઘણા કડક નિયમોનું પાલન કરીને સબરીમાલા મંદિરના દર્શન થાય છે. આ સબરીમાલા મંદિરમાં દર્શન પહેલા કડક નિયમોનું પાલન કરવું પડે છે, જો કે અહી આવનારા ભક્તો આ મંદિરમાં કરોડોનું દાન કરતા હોય છે .
નવેમ્બરમાં શરૂ થયેલા 60-દિવસીય મંડલમ-મકરવિલક્કુ ઉત્સવમાં લાખો ભક્તોએ ઉમટ્યું, જેને લઈને મંદિરને મળેલા દાનનો  રેકોર્ડ તૂટી ગયો છે. મંદિરને 351 કરોડ રૂપિયાની આવક થઈ છે.મંદિરના ગર્ભગૃહમાં ભક્તો જે દાન કરે છે તેને કનિકા કહે છે. સિક્કાના રૂપમાં મળેલી કનિકા વાસ્તવમાં કરોડો રૂપિયાની છે. જેની હજુ સુધી ગણતરી થઈ નથી
જો કે મહત્વની વાત એ છે કે  આ હજુ અંતિમ આંકડો નથી કારણ કે મંદિરમાં સિક્કાઓની ગણતરી હજુ પૂર્ણ થવાની બાકી છે. સિક્કા ગણનારા કર્મચારીઓ ગણતરી કરીને થાકી ગયા છે, તેથી તેમને થોડો આરામ આપવામાં આવ્યો છે. થોડા સમય બાદ ફરીથી મતગણતરી શરૂ થશે.અહી સિક્કાઓ ગણવા માટે 600 લોકોને રોકવામાં આવ્યા છે જે માત્ર સિક્કા ગણતરીનું જ કામ કરે છે.
જાણકારી પ્રમાણે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના પ્રમુખ કે. અનંત ગોપાલનું કહેવું છે કે નોટ ગણવાના મશીનથી સિક્કા ગણવા શક્ય નથી. અયપ્પા મંદિરને સિક્કાઓ પ ણદાનમાં આવ્યા હોવાથી તેની ગણતરી મુશ્કેલ બની છે. હમણા આ સિક્કા મોટા સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યા છે.અહી સિક્કાઓનો પહાડ જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.