Site icon Revoi.in

દિવ્યાંગ અને સિનિયર સીટીઝનને મળશે ઘરની નજીકમાં જ વેક્સિન

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસમાં હાલ સરકાર દ્વારા વેક્સિનેશન ડ્રાઈવ તો કરવામાં તો આવે છે. રોજ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને કોરોનાવાયરસની વેક્સિન લેવામાં તકલીફ પડી રહી છે અને તેઓ વેક્સિન માટે સેન્ટર પર જઈ શકતા નથી.

હવે આ માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી શકે તેમ છે. કેન્દ્ર સરકારે વડીલો અને દિવ્યાંગ નાગરિકો માટે કોરોના વેક્સિનેશન સરળ બનાવવા 60 વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને દિવ્યાંગો માટે નિયર ટુ હોમ કોવિડ વેક્સિન સેન્ટર અંગે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

આ બાબતે NHCVC એક સમુદાય આધારીત – જન-કેન્દ્રિત દ્રષ્ટિકોણનું પાલન કરશે જેથી કોરોના વેક્સિનેશન કેન્દ્રોને ઘરની નજીક લાવી શકાય. તકનીકી નિષ્ણાત સમિતિનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકોની શારીરિક સ્થિતિના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

60 વર્ષથી વધારે ઉંમરના તમામ નાગરિકો જેમણે હજુ સુધી કોરોનાની વેક્સિન નથી લીધી અથવા તો બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ અને દિવ્યાંગ નાગરિકો NHCVCમાં કોરોના વેક્સિનેશન માટે સામેલ થઈ શકશે. જ્યારે બાકીના લોકોએ વેક્સિન માટે નિયત કેન્દ્રો પર જ જવું પડશે.