- ભક્તો માટે સારા સમાચાર
- હેમકુંડ સાહેબના કપાટ ખુલશે
- 22 મેના રોજ ખુલશે કપાટ
દહેરાદુન:ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના કપાટ 22 મેના રોજ ખુલશે.હેમકુંડ સાહિબ ગુરુદ્વારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષએ આ અંગે માહિતી આપી હતી.ગુરુદ્વારાના કપાટ 22 મેના રોજ સવારે 10.30 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે.
ભારતીય સેના, ટ્રસ્ટના સર્વિસમેન અને ઉત્તરાખંડ સરકાર વચ્ચે પરસ્પર સહમતિ થયા બાદ આ તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યાં હવે હેમકુંડ સાહિબના દરવાજા 22 મેના રોજ ખુલશે.
કોરોનાને કારણે બે વર્ષ બંધ રહેલી ચારધામની યાત્રા શરુ કરવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 3 મેના રોજ ખોલવામાં આવ્યા હતા, જ્યારે કેદારનાથના દરવાજા 6 મે અને બદ્રીનાથના દરવાજા 8 મેના રોજ ખુલ્યા હતા.અને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી છે.