17 ફેબ્રુઆરીથી ભૂલકાઓ માટે પણ શાળાના દરવાજા ખુલશે – શિક્ષણમંત્રીએ કરી જાહેરાત
- રાજ્યમાં બાળમંદિરો પણ હવે ખુલશે
- 17 ફેબ્રુઆરીથી ભૂલકાઓના વર્ગો ખોલવામાં આવશે
- શિક્ષણમંત્રીએ પ્રેસકોન્ફોરન્સ વખતે જાહેરાત કરી
અમદાવાદઃ- દેશભરમાં કોરોનામાં મોટી રાહત મળી રહી છે, દૈનિક નોંધાતા કેસોની સંખ્યા ઘટી રહી છે ત્યારે હવે અનેક પ્રતિબંધો પણ હળવા થતા જોવા મળી રહ્યા છે ,આ સાથે જ થોડા દિવસ પહેલા શાળાઓ પણ ખોલવામાં આવી ચૂકી છે ત્યારે હવે રાજ્યના શિક્ષણમંત્રીએ નાના ભૂલકાઓ માટે પ્લેગૃપ, નર્સરિ અને સિનિયર જૂનિયરના વર્ગો ખોલવા અંગે મહત્વની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને નાના ભૂલકાો માટે શાળા ખોલવા બાબતને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ અને આંગળવાડીઓ શરૂ કરવા અંગેની ડજાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ શરૂતકરવામાં આવશે 17મી ફેબ્રુઆરી ગુરુવારના રોજછથી કોરોનાની ગાઈડલાઈન સાથે અને વાલીઓની સંમતિ સાથે રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલો ફરીથી શરુ કરવામાં આવશે.