હવે ડીઆરડીઓ ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને મિસાઈલ સિસ્ટમને કરશે વિકસિત
- આત્મ નિર્ભર ભારત હેઠળ ખાનગી કંપની કરશે મિસાઈલ વિકસિત
- DRDO એ ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન માટે ખાનગી ક્ષેત્રને મંજૂરી આપી
દિલ્હી – આત્મ નિર્ભર ભારત હેઠળ દેશમાં અનેક કાર્યો પાર પડ્યા છએ, ત્યારે હવે સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને પ્રોસ્તાહન આપવા માટે હવેથી દેશમાં મિસાઈલને વિકસીત કરવામાં ખાનગી કંપનીઓ પણ મદદ કરશે આ સમગ્ર બાબતે ડીઆરડીઓ દ્વારા મિસાઈલ વિકસિત કરવા ખાનગી ક્ષેત્રની કંપનીઓને પરવાનગી આપવામાં આવી છે.
આ સમગ્ર બાબતે ડીઆરડીઓના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ‘ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર પ્રોગ્રામ અંતર્ગત તેઓ ખાનગી ક્ષેત્ર સાથે મળીને મિસાઈલ નિર્માણ બાબતે કાર્ય કરશે, આ સાથે જ મિસાઈલ સિસ્ટમને ડેવલપ (ડીસીસીપી)કરવા માટેની પરવાનગી ખાનગી ક્ષેત્રને આપવામાં આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે મિસાઈલ વિકસીત કરવા બાબતે અનેક ખાનગી કંપનીઓ ઉત્સાહીત જોવા મળી રહી છે,આ સમગ્ર બાબત માટે વર્ટિકલી લોન્ચની શોર્ટ-રેન્જ સરફેસ ટૂ (VL-SRSAM) એર મિસાઈલ સિસ્ટમ યોજનાને વિકસીત કરવા માટેની ખાનગી કંપનીઓ મારફત બોલીઓ પણ લગાવવામાં આવી છે.કેટલીક કંપનીઓએ તો આ માટે પહેલાથી જ રિક્વેસ્ટ કરી હતી અને પોતાનો પ્લાન આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના સ્વપ્નનું ભારત આત્મ નિર્ભર ભારત છે, જે અંતર્ગત ડીઆરડીઓ મારફત આ પરવાનગી આપવામાં આવી છે જેથી ઘરેલું ઉત્પાદને સાથ સહકાર મળી રહેશે, કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ-રેન્જ સરફેસ ટૂ નિસાઈલ વર્ષ 2022 સુધી ભારતીય સેનામાં સામેલ થશે.જેની રેન્જ 40 થી 50 કિલો મીટરની છે,
સાહિન-