Site icon Revoi.in

ક્રુઝ પર જવાનું સપનું હવે સાકાર થશે, ભારતની આ જગ્યાઓ છે બેસ્ટ

Social Share

જો તમે પણ ભારતમાં રહીને ક્રુઝ ટ્રાવેલની મજા ઉઠાવવા માંગો છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતમાં આ જગ્યાઓની મુલાકાત લઈને તમારા મિત્રો સાથે એંજોય કરી શકો છો.

જો તમે પણ લાંબા સમય સુધી ક્રુઝની મજા માણવા માંગો છો તો હવે તમારે બીજા કોઈ દેશમાં જવાની જરૂર નથી.

તમે ભારતમાં રહીને પણ ક્રુઝ મુસાફરીનો આનંદ માણી શકો છો અને મિત્રો સાથે તમારી ટ્રિપને યાદગાર બનાવી શકો છો.

ગોવા સમગ્ર ભારતમાં ક્રુઝ મુસાફરી માટે બેસ્ટ માનવામાં આવે છે. અહીં તમે તમારા પાર્ટનર અને મિત્રો સાથે એન્જોય કરી શકો છો.

તમે બેકવોટર ક્રુઝ પર જઈને પણ કેરળની સુંદરતાનો આનંદ લઈ શકો છો. અહીં તમને લીલાછમ નારિયેળના વૃક્ષો અને આસપાસના ગામડાઓનો નજારો જોવા મળશે.

મુંબઈમાં તમે અરબી સમુદ્રમાં ક્રુઝ પર જઈ શકો છો. અહીંથી તમે ઘણી મોટી ઈમારતોનો નજારો જોઈ શકો છો અને તમારી સફરને યાદગાર બનાવી શકો છો.

આ સિવાય તમે ભારતના મેંગ્લોરમાં નેત્રાવતી નદીમાં ક્રૂઝ ટ્રીપનો આનંદ માણી શકો છો. અહીંથી તમને આસપાસનો સુંદર નજારો જોવા મળશે.