જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ફરી ડ્રોન દેખાતા સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું
- જમ્મુ એરર્ફોર્સ પાસે ડ્રોન દેખાતા સેના એક્શનમાં
- સેના અને પોલીસ અને સેનાએ તલાશી શરુ કરી
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર કે જે દેશનો અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે,છેલ્લા ઘણા સમયથી અહીં ડ્રોન સક્રિય થવાની ઘટનાઓ જોવા મળે છે ત્યારે ફરી એક વખત વિતેલા દિવસને બુધવારે વહેલી સવારે જમ્મુ એરફોર્સ સ્ટેશન નજીક બે ડ્રોન નજરે પડ્યા બાદ સુરક્ષા કર્મચારીઓને હાઈએલર્ટ પર મુકાયા છે.
આ રડારમાં બે ડ્રોનને બે વખત જોવામાં આવ્યા હતા આ સાથે જ અનેક સ્થળોની સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યાં હતાં. પોલીસ અને સેનાએ એનએસજી સાથે મળીને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું હતું, પરંતુ ડ્રોનનો પત્તો મળી શક્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે 27 જૂને એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા હુમલો થતા વિવિધ સ્થળોએ ડ્રોન જોવાનદેખાવાની ઘટનાઓ બની રહી છે. એરફોર્સ સ્ટેશન પર ત્રણ વખત ડ્રોન દેખાયાના પણ સમાચાર મળી આવ્યા હતા.જો કે તે ડ્રોન શોધી શકાયું નહોતું.
પોલીસ પાસેથી મળેલી હામિતી પ્રમાણે વિતેલા દિવસને બુધવારે સવારે 3 થી 5 વાગ્યાની આસપાસ ડ્રોન મુવમેન્ટ રડારમાં જોવા મળી હતી. જો કે તપાસમાં ડ્રોનનો કોઈ પત્તો મળી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે ડ્રોન વડે થયેલા આ હુમલા પછી એનએસજી દ્વારા એરફોર્સ સ્ટેશનની આજુબાજુમાં રડાર લગાવીને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 16 જુલાઇએ રડાર દ્વારા પણ ડ્રોન મૂવમેન્ટ સામે આવી હતી. બુધવારે, રડારને ફરી એકવાર તે જ વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી.