Site icon Revoi.in

નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી, દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

Social Share

દિલ્હી:નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાજુરાનાસ દાહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9 હોવાનું કહેવાય છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પ્રથમ ભૂકંપ 11:58 વાગ્યે (સ્થાનિક સમય) આવ્યો હતો, જેની તીવ્રતા 4.9 હતી. આ પછી રાત્રે 1.30 વાગ્યે 5.9ની તીવ્રતાનો બીજો ભૂકંપ નોંધાયો હતો.જોકે,આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

નેપાળના સુરખેત જિલ્લાના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યું કે, આંચકા દોઢ કલાકના અંતરે આવ્યા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. પોલીસે કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

આ પહેલા  ન્યુઝીલેન્ડમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.