Site icon Revoi.in

મોરક્કોમાં આવેલા ભૂકંપથી તબાહી સર્જાય, મોતનો આંકડો 2 હજારને પાર પહોંચ્યો

Social Share

દિલ્હીઃ-મોક્કોમાં શુર્કવારની રૃપાત્રે આવેલા ભૂકંપના કારણે તબાહીના દ્ર્શયો સર્જાયા છે અનેક લોકોના મોત થયા છે તો સેંકડો લોકો ઘાયલ થયા છે ત્યારે હવે આ ભૂકંપના કારણે મોતનો આંકડો હવે 2 હજારને વટાવી ચૂક્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર મોરોક્કોમાં ભૂકંપમાં મૃત્યુઆંક 2000ને વટાવી ગયો છે, જ્યારે વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઓછામાં ઓછા 2,012 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાં 1,404 ગંભીર હાલતમાં જોવા મળ્યા છે,

આ મામલાને લઈને  મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા વચ્ચે લોકો ગભરાઈને ભાગતા જોવા મળ્યા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતોના પાયા હલી ગયા હતા અને કેટલીક ઈમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.કેચલાક લોકો ઘરથી બેઘર બન્યા છે.

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે મોરોક્કોના 839,000 લોકોના શહેર મારકેશથી 77 કિલોમીટર  દક્ષિણપશ્ચિમમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપના કારણે તારોઉદાન્ત અને મારકેશ શહેરમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. રબાત અને કાસાબ્લાન્કા સહિત અનેક મોરોક્કન શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.