Site icon Revoi.in

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2 માપવામાં આવી

Social Share

દિલ્હી: ન્યુઝીલેન્ડમાં આજે સવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર આજે સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કેર્માડેક ટાપુઓ પર આવ્યો હતો. NCS મુજબ, તેનું કેન્દ્ર જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

તે જ સમયે, યુએસજીએસ જણાવ્યા અનુસાર, આ ભૂકંપના લગભગ 20 મિનિટ પછી, એટલે કે 6:53 વાગ્યે, કર્માડેક ટાપુએ જ ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 39 કિલોમીટર ઊંડે હતું.

ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ ભૂકંપનું કેન્દ્ર રહે છે. ગયા મહિને ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 16 માર્ચે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.