- પાકિસ્તાનની લોકોની આર્થિક હાલત બની કફોડી
- દેશમાં પેટ્રોલનો ભાવ રૂ.300 ને પાર પહોંચ્યો
- કેરોસીન કે સામાન્ય ડીઝલ તેલના ભાવમાં કોઈ ફેરફાર કરાયા નથી
દિલ્હી પાકિસ્તાનની હાલત છેલ્લા કેટલાક વર્ષોથી બગડી રહી છે, અને તેની પાછળ જવાબદાર છે ત્યાંની સરકાર. પાકિસ્તાનમાં અત્યારે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે હવે પેટ્રોલની તો વાત જ ના પૂછો. પાકિસ્તાનમાં અત્યારે પેટ્રોલનો ભાવ રૂ 300ને પાર કરી ગયો છે. લોકો આર્થિક તંગીથી હેરાન પરેશાન થઈ ગયા છે.
આ બાબતે પાકિસ્તાનના નાણામંત્રાલય દ્વારા પણ જાણકારી આપવામાં આવી કે આ ભાવવધારાથી પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પીડ ડીઝલ 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. કેરોસીન કે સામાન્ય ડીઝલ તેલના ભાવમાં કોઈ ફેરફાર કરાયા નથી.
જો કે પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ આંતરરાષ્ટ્રિય બજારમાં સતત ઘટી રહી છે. અમેરિકી ડોલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયામાં ગુરુવારે એક પછી એક ફરી 1.09 રૂપિયાના ઘટાડો નોંધાયો હતો. તે 305.54 રૂપિયાના રેકોર્ડથી નીચેના સ્તરે બંધ થયો હતો. આ સાથે કાર્યવાહક સત્તા પર આવ્યા બાદ રૂપિયામાં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટમાં પાકિસ્તાની રૂપિયામાં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જો કે આઈ.એમ.એફ દ્વારા પણ પાકિસ્તાનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ રીલિઝ કરવાની મંજૂરી આપી છે. પાકિસ્તાન છેલ્લા 8 મહિનાથી આ મદદ માટે આઈ.એમ.એફ સાથે ચર્ચા કરી રહ્યું હતુ. જો કે આર્થિક જાણકારીનો મત અનુસાર પાકિસ્તાનની સ્થિતિ એટલી ગંભીર છે કે આઈ.એમ.એફના 3 બિલિયન ડોલરથી સુધરી શકે તેમ નથી.