શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની
શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની
નવી દિલ્હીઃ શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. ઘણા પરિવારો માટે ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. મોંઘવારી તેની ટોચ પર છે. બીજી તરફ મૂળભૂત જરૂરિયાતોની ભારે અછતને કારણે, લોકોની સમસ્યાઓ ધીમે ધીમે વધી રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતામાં વધારો થયો છે. દરમિયાન વિશ્વ ખાદ્ય કાર્યક્રમના તાજેતરના ખાદ્ય અસુરક્ષા મૂલ્યાંકન મુજબ, શ્રીલંકાના લગભગ 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાની ક્ષમતા પણ અનિશ્ચિતતાથી ઘેરાયેલી છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના તાજેતરના ખાદ્ય અસુરક્ષા મૂલ્યાંકન અનુસાર, શ્રીલંકામાં 10માંથી ત્રણ પરિવારો તેમના આગામી ભોજન ક્યાંથી આવશે તે અંગે અનિશ્ચિત છે. ખાદ્યપદાર્થોની વિક્રમી મોંઘવારી, ઈંધણના ભાવ આસમાને પહોંચતા ખર્ચ અને પ્રાથમિક જરૂરિયાતોની તંગીને કારણે લોકોની સમસ્યા વધી છે. લગભગ 61 ટકા પરિવારો નિયમિત ધોરણે જીવન ખર્ચ ઘટાડવા વ્યૂહરચના બનાવતા જોવા મળે છે. આવા ઘણા પરિવારો છે જે ખોરાકની માત્રામાં ઘટાડો કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રની ફૂડ રિલીફ એજન્સીનું અનુમાન છે કે, શ્રીલંકામાં વધી રહેલા આર્થિક સંકટ વચ્ચે વધુ એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમને પૌષ્ટિક ખોરાક અને મૂળભૂત વસ્તુઓના અભાવનો સામનો કરવો પડશે. એક મહિલાએ WFPને કહ્યું કે આ દિવસોમાં તેની પાસે યોગ્ય માત્રામાં ખોરાક નથી, માત્ર ચોખા અને ગ્રેવી ખાય છે. WFP એ ચેતવણી આપી છે કે પોષણની ઉણપ સગર્ભા સ્ત્રીઓ માટે ગંભીર પરિણામો લાવશે. પોષણના અભાવને કારણે ઘણી સ્ત્રીઓ પોતાનું અને તેમના બાળકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે.