અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તા. 16 માર્ચથી અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે. ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન 16 માર્ચથી દરેક શનિવાર અને રવિવારે સવારે 06.10 કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરીને 09.50 કલાકે એકતા નગર પહોંચશે. ટ્રેન નંબર 09410 એકતા નગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દરેક શનિવાર અને રવિવારે 20.35 કલાકે એકતા નગરથી પ્રસ્થાન કરીને આગલા દિવસે 00.05 કલાકે અમદાવાદ પહોંચશે. બંને દિશાઓમાં આ ટ્રેન વડોદરા સ્ટેશન ઉપર રોકાશે. આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ છે, જેમાં ત્રણ એરકન્ડિશન્ડ એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને એક રેસ્ટોરન્ટ ડાઈનિંગ કાર સામેલ છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા-આવતા પ્રવાસીઓ માટે અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનના ફ્રિકવન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. તા. 16 માર્ચથી અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે. આ ઉપરાંત બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર અને બાન્દ્રા ટર્મિનસ-ઉદયપુર વચ્ચે હોળીમાં વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 04714 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ શુક્રવાર, 22 અને 29 માર્ચના રોજ બાન્દ્રા ટર્મિનસથી 16.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 14.30 કલાકે બીકાનેર પહોંચશે. ટ્રેન નંબર 04713 બીકાનેર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરૂવાર, 21 અને 28 માર્ચના રોજ બીકાનેરથી 15.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13.40 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, સૂરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂની, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો ઉપર રોકાશે.
પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09620 બાન્દ્રા ટર્મિનસ-ઉદયપુર સ્પેશિયલ ગુરૂવાર, 21 અને 28 માર્ચ, 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 18.05 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.40 કલાકે ઉદયપુર પહોંચશે. આ રીતે, ટ્રેન નંબર 09619 ઉદયપુર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ બુધવાર, 20 અને 27 માર્ચના રોજ ઉદયપુરથી 23.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 14.30 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, દહાનૂ રોડ, વલસાડ, સૂરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, હિંમતનગર, શામળાજી રોડ, ડૂંગરપુર, સેમારી, જય સમંદ રોડ અને જાવર સ્ટેશનો ઉપર રોકાશે.