1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવ્યા બાદ હવે ચૂંટણી પંચે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે ચૂંટણીની વિગતો અપડેટ કરીને આની શરૂઆત કરી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 જુલાઈની તારીખને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય રાજ્યોમાં વર્તમાન વિધાનસભાઓનો કાર્યકાળ આવતા વર્ષે અનુક્રમે 3 નવેમ્બર, 26 નવેમ્બર અને 05 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. આ વિધાનસભાઓની ચૂંટણી તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા યોજવી જરૂરી છે.

આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા માટે પણ મતવિસ્તારોના સીમાંકન પછી નવા ગૃહની રચના માટે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ માટે ચૂંટણી બૂથ લેવલ ઓફિસર (BLO) ડોર ટુ ડોર સર્વે કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code