Site icon Revoi.in

ઈલેક્શન કમિશનએ ઈલેક્ટ્રોરલ બોન્ડનો 763 પાનાનો ડેટા જાહેર કર્યો, કોને કેટલું ફંડ મળ્યું

Social Share

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે ગુરૂવારે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા હતા. વેબસાઇટ પર 763 પેજની બે યાદી અપલોડ કરવામાં આવી છે. સૂચિમાં ઈલેક્ટ્રોરલ બોન્ડ ખરીદનારાઓ વિશેની માહિતી સામેલ કરવામાં આવી છે. બીજામાં રાજકીય પક્ષો દ્વારા મેળવેલા બોન્ડની વિગતો છે. સુપ્રીમ કોર્ટે પંચને આ ડેટા 15 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો. પણ તે પહેલા જ ચૂંટણી પંચે ઈલેક્ટ્રોરલ બોન્ડની વિગતો જાહેર કરી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્રિય ચૂંટણી પંચે ગુરુવારે મોડી સાંજે ઈલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર કર્યા હતા. દેશની કઈ પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડમાંથી કેટલું ડોનેશન મળ્યું. હવે નાગરિકો ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને આ માહિતી મેળવી શકે છે. આ પહેલા મંગળવારે સાંજે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવેલા યોગદાનનો ડેટા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ECI)ને સોંપ્યો હતો. અને સુપ્રિમ કોર્ટે 15મી માર્ચ સુધીમાં ઈલેક્ટેરોરલ બોન્ડનો ડેટા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, પણ તે પહેલા જ ચૂંટણી પંચે ઈલેક્ટ્રોરલ બોન્ડની વિગતો જાહેર કરી છે.

ચૂંટણી પંચની વેબસાઈડ પર મુકાયેલી વિગતોથી  જાણી શકાય છે કે ચૂંટણી બોન્ડના માધ્યમથી ચૂંટણી ફંડ મેળવનારા પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, અન્નાદ્રમુક, બીઆરએસ, શિવસેના, ટીડીપી, વાઈએસઆર કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષનો સમાવેશ થાય છે. ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને દાન આપનારની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા ઈન્જિનિયરિંગ, પીરામલ એન્ટરપ્રાઈઝીસ, ટોરેન્ટ પાવર, ભારતીય એરટેલ, ડીએલએફ કમર્શિયલ ડેવલપર્સ, વેદાન્તા લિમિટેડ, અપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા સહિત અનેક જાણીતી કંપનીઓ સામેલ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે 11 માર્ચે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ચૂંટણીપંચને ચૂંટણી બોન્ડ સંબંધિત ઉપલબ્ધ માહિતી આપવામાં આવી છે. એસબીઆઈ ચેરમેને કહ્યું હતું કે, અમે પેન ડ્રાઈવમાં બે ફાઈલો ECIને આપી છે. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો છે. તેમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે. બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને રોકડ કરવામાં આવ્યા હોવાની માહિતી છે. એન્વેલોપમાં 2 PDF ફાઇલો પણ છે. આ PDF ફાઇલો પેન ડ્રાઇવમાં પણ રાખવામાં આવી છે, તેને ખોલવાનો પાસવર્ડ પણ એન્વલપમાં આપવામાં આવ્યો છે.