Site icon Revoi.in

વિપક્ષી એકતા સંગઠન I.N.D.I.A મામલે ચૂંટણીપંચે દિલ્હી કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજુ કર્યો

Social Share

નવી દિલ્હીઃ ભાજપ વિરુદ્ધ 26 પક્ષોના વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A.’ નામને લઈને સોમવારે (30 ઓક્ટોબર) દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે કહ્યું કે અમે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ કોઈપણ ગઠબંધનને નિયંત્રિત કરી શકતા નથી. કમિશને કોર્ટમાં કહ્યું કે અમે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ના નામે કંઈ કહી શકીએ નહીં કારણ કે રિપ્રેઝન્ટેશન ઑફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 29A મુજબ ગઠબંધન રેગ્યુલેટેડ સંસ્થાઓ નથી.

કેસની હકીકત અનુસાર, ઉદ્યોગપતિ ગિરીશ ભારદ્વાજે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ‘ I.N.D.I.A.’ રાખવાને પડકારતી પીઆઈએલ હાઈકોર્ટમાં દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચે I.N.D.I.A. નામનો ઉપયોગ કરવા વિશે કંઈ જ કરવામાં આવ્યું ન હતું. આ કારણોસર અમારે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. આ વિરોધી પક્ષો આ નામનો ઉપયોગ માત્ર મત મેળવવા માટે કરી રહ્યા છે. કોંગ્રેસ, TMC, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની NCP, JDU, RJD, આમ આદમી પાર્ટી અને ડાબેરી પક્ષો સહિત 26 પક્ષોના જોડાણે 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાયેલી બેઠકમાં પોતાનું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ રાખ્યું હતું. આ બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે નામ પર બધા સહમત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષી ગઠબંધન ‘ I.N.D.I.A.’ની બેઠકો બિહારની રાજધાની પટના અને મુંબઈમાં પણ થઈ છે. આ તમામ પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણી માટે એક થઈ ગઈ છે.