ચૂંટણી પંચ આજે 11.30 વાગ્યે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કરશે
- કર્ણાટક વિધાન સભાની તારીખો આજે જાહેર થશે
- ચૂટણીપંચ 11 30 વાગ્યે સમયપત્રક જારી કરશે
દિલ્હીઃ- કર્ણાટક વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, બીજેપી તથા વિપક્ષ દ્રારા સતત કર્ણાટકની મુલાકાત લઈને જનતાને રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વિતેલા મહિના દરમિયાન પીએમ મોદીએ એકથી વધુ વખત આ રાજ્યની મુલાકાત લીઘી છે ત્યારે હવે આજે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં કર્ણાટક ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. કર્ણાટક ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવી શકે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચૂંટણીપંચ દ્રારા આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું સમય પત્રક સવારે 11 વાગિયેને 30 મિનિટે જારી કરવામાં આવી શકે છે.,ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે.જો કે બીજેપી જીતનો દાવો પણ કરી રહી છે.
ચૂંટણી પંચ સવારે 11.30 કલાકે વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. રાજ્યમાં વર્તમાન સરકારનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. કર્ણાટકમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ વખતે કોંગ્રેસ સત્તામાં વાપસી માટે પૂરા જોશ સાથે કામ કરી રહી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 224 વિધાનસભા બેઠકો પર ચૂંટણી ક્યારે યોજાશે તેનું ચિત્ર થોડા કલાકમાં સ્પ્ષ્ટ થી શકે છે વર્ષ 2018માં કર્ણાટક ચૂંટણીની તારીખ 27 માર્ચે જ જાહેર કરવામાં આવી હતી ત્યારે આ વર્ષ દરમિયાન 29 માર્ચે ચૂંટણીની તારીક જાહેર કરવામાં આવી રહી છે.