Site icon Revoi.in

ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં નહીં આપે કોઈ દખલ – મુખ્ય ચૂંટણી કમિશનર

Social Share

દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ શનિવારે કહ્યું હતું કે, ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં દખલ નહીં આપે. તેમણે કહ્યું કે,બજેટ રજૂ કરવાની વાર્ષિક પ્રક્રિયાથી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજનેતિક દળો માટે સમાન અવસરની સ્થિતિ પ્રભાવિત નહીં થાય.

ઉતરપ્રદેશ સહીત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ ચંદ્રાએ કહ્યું કે,કેન્દ્રીય બજેટને સંસદ સામે રાખવામાં આવે છે.તેને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં દખલ નહીં આપે. કારણે તે આખા દેશ માટે હોય છે અને આ ફક્ત પાંચ રાજ્યો સુધી માર્યાદિત રહેતું નથી.

ઈલેક્શન કમિશને શનિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી.ઉતરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે 10 ફેબ્રુઆરી થી લઇ 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થશે,તો બીજી તરફ ઉતરાખંડ,પંજાબ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.મણીપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને ત્રણ માર્ચે મતદાન થશે અને તે તમામ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 10 માર્ચે થશે.