Site icon Revoi.in

ઈએમએ દ્વારા 60 વર્ષથી વધુની વયના લોકોને કોવિશીલ્ડ વેક્સિન ન આપવાની સલાહ અપાઈ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આપવામાં આવ્યો છે,ત્યારે હવે યૂરોપીય  યુનિયનના ડ્રગ રેગ્યુલેટરની કોરોના ટાસ્ક ફોર્સે વૃદ્ધોને વેક્સિન આપવાને લઈને એક સલાહ આપી છે.

મળતી માહિતી પ્રમાણેકોવિશીલ્ડના નામ પર બની રહેલી એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસી 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને ન આપવાની સલાહ આપી છે.

આ મામલે વિતેલા દિવસને રવિવારના રોજ ટાસ્ક ફોર્સના વડા માર્કો કેવેલરીએ જણાવ્યું હતું કે, આ વેક્સિનથી લોહીના ગંઠાવાના કેટલાક કેસ સામે આવ્યા છે અને હવે  આપણા પાસે કોરોના સામે વૈકલ્પિક રસીઓ પણ ઉપલબ્ધ  છે, તેથી વૃદ્ધોને આ વેક્સિન આપવાથી બચાવી  શકાય છે.

જો કે, યુરોપિયન મેડિસીન્સ એજન્સીએ એસ્ટ્રાઝેનેકા વેક્સિન 18 વર્ષથી વધુ વય જૂથો માટે સલામત અને સુરક્ષિત ગણાવી છે. પરંતુ યુરોપિયન યુનિયનના ઘણા સદસ્ય દેશોએ લોહીના ગંઠાઇ જવાના કેટલાક કેસોના કારણે 50 થી 65 વર્ષની વય ધરાવતા લોકો માટે તેનો ઉપયોગ પ્રતિબંધિત કરી દીધો છે, ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ લીધા પછી લોહી ગંઠાઈ જવાના ઘણા કેસ સામે આવ્યા છે જેને લઈને આ સલાહ આપવામાં આવી છે.