Site icon Revoi.in

કાશીમાં હજારો વર્ષની પ્રતિક્ષાનો અંતે આવ્યો અંતઃ સીએમ યોગી

Social Share

લખનૌઃ બાબા વિશ્વનાથજીનું આ ધામ વર્ષો સુધી વિપરિત પરિસ્થિતિમાં રહ્યું છે પરંતુ હજારો વર્ષની પ્રતિષાનો અંત આવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કાશીની ગલીઓમાં ગંદકી જોઈને દુખી થયા હતા. દેશમાં કેટલીક સરકારો આવી અને ગઈ પરંતુ ગાંધીજીના નામે સત્તા મેળવનારાઓએ કાશીના ગલીઓને સ્વચ્છ કરવાનું વિચાર્યું ન હતું. પરંતુ વર્ષો બાદ ગાંધીજી સહિત દેશની જનતાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તેમ વારાણસીમાં શ્રી કાશી વિશ્વધામ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગ્રમાં ઉપસ્થિત સીએમ યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું.

સીએમ યોગીએ આ પ્રસંગ્રે વધુમાં જણાવ્યું હતું કે, 1000 વર્ષ સુધી બાબા વિશ્વનાથનું ધામ વિપરિત પરિસ્થિતિઓમાં રહ્યાં હતા. હજારો વર્ષોની પ્રતિક્ષા પુરી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આપણને આ ઉપહાર મળ્યો છે. ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરએ અહીં માટે યોગદાન આપ્યું હતું. મહારાજા રણજીત સિંહએ પણ યોગદાન આપ્યું પરંતુ કાશી પોતાના પરિકલ્પિત સ્વરૂપમાં ક્યારેય આવ્યું ન હતું. કાશીમાં બાબા વિશ્વનાથના ધામનું પુનઃનિર્માણ અયોધ્યામાં મંદિર નિર્માણનો જ એક હિસ્સો છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે, બાબા વિશ્વનાથજી આજ નવા સ્વરૂપમાં આવી ગયા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગાંધીજી 100 વર્ષ પહેલા આ કાશીની ગલિઓની ગંદકી જોઈને દુઃખી થયા હતા. સરકારો આવી અને ગઈ પરંતુ આ કાશીની ગલીઓનું સૌંદર્યીકરણ હવે વડાપ્રધાન દ્વારા પુરુ કરવામાં આવ્યું છે. ગાંધીજીના નામ ઉપર અનેક લોકોએ સત્તા પ્રાપ્ત કરી છે પરંતુ વારાણસીને સ્વચ્છ કરવા કરવાનું સ્વપ્ન આપણે સાકાર કર્યું છે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અનુષ્ઠાન પછી પરિસરમાં જ સફાઈ કર્મચારીઓ ઉપર પુષ્પવર્ષા કરી હતી.