અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 1.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને આ ભૂકંપના આંચકાની કોઈ અસર નથી. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિચર્સના જણાવ્યા અનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી દૂર નોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી હતી. ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાની થઈ ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદા સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે.