Site icon Revoi.in

રાજકોટમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 3.8 રહી

Social Share

રાજકોટ : ગુજરાતના રાજકોટમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8  રહી. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ,આજે સવારે 3.37 વાગ્યે ભૂકંપના આંચકાથી રાજકોટના દક્ષિણ ભાગમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. જો કે, આ ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી.

આ પહેલા શનિવારે પૂર્વોત્તર રાજ્ય મણિપુર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. મણિપુરમાં શનિવારે સવારે લગભગ 10.12 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ઉખરૂલમાં હતું. આ ભૂકંપને કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.