Site icon Revoi.in

આંદામાનમાં આજે ફરી આવ્યો ભૂકંપ,તીવ્રતા 4.6 રહી

Social Share

દિલ્હી:આંદામાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપના આંચકાને કારણે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.જોકે,અનુભવાયેલા ભૂકંપના આંચકાને  કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2-૩ દિવસથી આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જોકે,રાહતની વાત એ છે કે આ ભૂકંપથી કોઈ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.