- તલાલામાં ભૂકંપના આંચકા
- તીવ્રતા 4.0 નોંધાઈ
- નુકસાની અને જાનહાનિના કોઈ અહેવાલ નહીં
રાજકોટ :ગુજરાતના ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દુર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. જૂનાગઢના દેવળિયામાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ઉલ્લેખનીય છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં જ્યારે હલનચલન થાય છે ત્યારે ભૂકંપના કે ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. જમીનની અંદર પણ પ્લેટોના હલનચલન થવાના અનેક કારણો હોય છે. ભૂકંપ બાબતે પોતાનો મત દર્શાવતા કહ્યું કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધી જાય ત્યારે પણ ભૂકંપ આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે.
બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 7 મેથી તાપમાન 45 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી છે. આજે અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.