- તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 રહી
- ભૂકંપનું કેન્દ્ર દક્ષિણમાં 30 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત
દિલ્હી:તાઈવાનની રાજધાની તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર તાઈપેઈથી 182 કિમી દક્ષિણમાં 30 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત હતું.
અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં તાઈવાનના ઉત્તર-પૂર્વ ભાગમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો,જેણે રાજધાની તાઈપેઈમાં ઈમારતોને હચમચાવી દીધી હતી.જોકે તે સમયે પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.ભૂકંપનું કેન્દ્ર યિલાન શહેરની નજીક હતું, જે ઉત્તરપૂર્વ કિનારે તાઈપેઈથી લગભગ 35 કિલોમીટર દૂર હતું.ભૂકંપના પ્રથમ આંચકાની થોડી જ સેકન્ડ બાદ 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.સાવચેતીના પગલા તરીકે, તાઈપેઈ મેટ્રો સિસ્ટમે અસ્થાયી રૂપે સેવા સ્થગિત કરી હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.