ગાંધીનગરઃ રાજ્યમાં ઘણીવાર પ્રજાના ટેક્સના નાણાનો વેડફાટ પણ થતો હોય છે. શાસનકર્તાઓ પ્રજાની તિજોરીના ટ્રસ્ટી ગણાય છે. વિવિધ યોજનામાં નાણા ફાળવીને સાધનો ખરીદવામાં આવતા હોય છે. પરંતુ તેનો યોગ્ય ઉપયાગ થાય છે કે કેમ અથવા તો કરોડો રૂપિયાના ખર્ચના સાધનો વસાવવાની જરૂર હતી કેમ કેમ? તેની કોઈ દરકાર લેતું નથી. બુધવારે વિધાનસભામાં કેગના મુકાયેલા રિપોર્ટમાં સરકારની અનેક ત્રુટીઓને ઉજાગર કરવામાં આવી છે. કેગના રિપોર્ટમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ થયો છે. જેમાં દરિયાના ખારા પાણીને પ્યુરિફાય કરીને પીવાલાયક બનાવતી ઈઝરાયેલથી આવેલી ટેક્નોલોજી (જીપ ટેક્નોલોજી) સાવ એળે ગઈ છે. આ રિપોર્ટમાં એ બાબતને ઉજાગર કરવામાં આવી છે. કે, રૂપિયા 12.56 કરોડના ખર્ચે 7 જીપનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જીપમાં જે પ્યુરિફાય કરનારું યંત્ર ગોઠવાયું હતું. તેની કેપેસીટી દૈનિક 20 થી 80 હજાર લિટર પાણી શુદ્ધ કરવાની હતી પરંતુ તેની જગ્યાએ ફક્ત 5થી 7 હજાર લિટર પાણી જ શુદ્ધ કરાતું હતું. એટલું જ નહીં આવી જીપ કચ્છ અને દ્વારકમાં સાવ ધૂળ ખાતી હતી. જે ખરેખર આઘાતજનક કહી શકાય. એટલે સરકારે કરોડો રૂપિયાનો કરેલો ખર્ચ પાણીમાં ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ દરિયાના ખારા પાણીને પ્યુરિફાય કરીને પીવાલાયક બનાવતી ઈઝરાયેલથી આવેલી ટેક્નોલોજી (જીપ ટેક્નોલોજી) સાવ એળે ગઈ છે જીપમાં ગોઠવાયેલા પ્યુરિફાઈ યંત્રથી સમુદ્રનું સાવ ખારું પાણી પીવાલાયક શુદ્ધ બનાવી શકાય છે. આ એક એવું મશીન છે કે કોઈ પણ ઋતુમાં કામ કરે છે અને તેની સ્પીડ અંદાજે 90 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આ મશીનને બે માણસો ઓપરેટ કરી શકે તેવું છે. આ જીપ જીએલમોબાઈલની છે. આ જીપની ખાસ વાત એ છે કે તે સમુદ્રના સાવ ખારા પાણીને પીવાલાયક બનાવે છે. પીએમ મોદી ઈઝરાયેલ ગયા હતા ત્યારે તેમણે પણ આ જીપ દ્વારા ફિલ્ટર કરાયેલું પાણી પીધુ હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વોટર પ્યુરિફાય જીપ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તેને કોઈ એક સ્થળેથી સેટ કરીને કામગીરી કરવાની જરૂર હોતી નથી. ઓટોમેટિક હોવાથી સરળતાથી તે ઉપયોગમાં લઈ શકાય છે. એક ખાસ વાત એ પણ છે કે તેને સેટ કર્યા બાદ વધારે ખર્ચ કરવો પડતો નથી. આ મશીન આપોઆપ વીજળી ઉત્પન્ન કરી લે છે. એટલું જ નહીં આ મશીન દ્વારા જે પાણી શુદ્ધ કરાય છે કે તે WHO દ્વારા પ્રમાણિત કરેલું છે.
કેગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દરિયાઈ પાણીને પીવાલાયક બનાવતી જીપની ગુજરાતમાં ઈઝરાયલથી આવેલી ટેક્નોલોજી નિરર્થક નિવડી હતી. રિપોર્ટ મુજબ 12.56 કરોડના ખર્ચે 7 જીપનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ યંત્રની દૈનિક ક્ષમતા 20થી 80 હજાર લિટર પાણીને શુદ્ધ કરવાની હતી પરંતુ તેમા માત્ર 5થી 7 હજાર લિટર પાણી શુદ્ધ કરાતું હતું. કચ્છ અને દ્વારકામાં આ જીપ ધૂળ ખાતી મળી હતી.