1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન સાથે વિદ્યાર્થીઓનો ફેબ્રુઆરીમાં યોજાશે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ
વડાપ્રધાન સાથે વિદ્યાર્થીઓનો ફેબ્રુઆરીમાં યોજાશે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ

વડાપ્રધાન સાથે વિદ્યાર્થીઓનો ફેબ્રુઆરીમાં યોજાશે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ

0
Social Share
  • ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે
  • પીએમ વિદ્યાર્થીઓ સાથે કરશે ચર્ચા
  • ફેબ્રુઆરીમાં યોજાશે આ કાર્યક્રમ
  • શિક્ષણ મંત્રાલયે આપી માહિતી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદ્યાર્થીઓના વાર્તાલાપનો કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે. આમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલીઓ પણ ભાગ લઈ શકશે. શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કર્યું, “પરીક્ષા પે ચર્ચા ફેબ્રુઆરી 2022માં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરો અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોંધણી કરો.

મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા MyGov વેબસાઇટ પર ‘પરીક્ષા પે ચર્ચા 2022’ વિભાગમાં નોંધણી કરાવી શકે છે. તેના પર સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ પણ આપવામાં આવશે. આમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્નો દાખલ કરી શકશે.

જેમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોવિડ-19 દરમિયાન પરીક્ષાના તણાવ વ્યવસ્થાપન વ્યૂહરચના, આપણું ગામ અને શહેરનો ઈતિહાસ, સ્વનિર્ભર ભારત માટે સ્વનિર્ભર શાળા, સ્વચ્છ ભારત ગ્રીન ઈન્ડિયા, પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.શિક્ષકો માટેના વિષયોમાં ‘નવા ભારત માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’, ‘કોવિડ મહામારી: તકો અને પડકારો’નો સમાવેશ થાય છે. સાથે જ વાલીઓ માટે ‘બેટી પઢાવો દેશ બચાવો’, ‘લોકલ ટુ ગ્લોબલઃ વોકલ ફોર લોકલ’ અને ‘લાઇફલોંગ સ્ટુડન્ટ’ જેવા વિષયો રાખવામાં આવ્યા છે. આ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરાવી શકાશે.

રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હત. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code