વકીલના ફોનમાં આગ લાગ્યા બાદ થયો વિસ્ફોટ, મોબાઈલ કંપની સામે કરી કાર્યવાહી
દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મોબાઈલ બ્લાસ્ટથી વેપારી પ્રભાવિત થયાં છે. જેમણે દાવો કર્યો છે કે, તેમના નવા પ્રીમિયમ મિડ રેન્જ હેન્ડસેટમાં આગ લાગી હતી. ખિસ્સામાં રાખેલા ફોનમાં આગ બાદ ઘડાકો થયો હતો. એક રિપોર્ટ અનુસાર ગૌરવ ગુલાટી નામના એક ટ્વીટર યુઝરે દાવો કર્યો છે કે, મોબાઈલમાં ફોનમાં આગ લાગ્યાં બાદ ધમાકો થયો હતો. આવી ઘટના પહેલા પણ બની હતી. પહેલા ઓગસ્ટના મહિનામાં ફોન ફાટ્યો હતો ત્યારે કંપનીએ મેન્યુફેક્ચરિંગનું કારણ આગળ ધરીને પોતાનો બચાવ કર્યો હતો.
એક ભારતીય વકીલે દાવો કર્યો હતો કે, ડિવાઈસ ગરમ થવાનો અનુભવ જ્યારે થયો ત્યારે ફોન કોટના ખિસ્સામાં હતો. જે બાદ કોટને કાઢીને દૂર ફેંકી દીધો હતો. જે બાદ ફોન કોર્ટની ચેમ્બરની અંદર જ ફાટ્યો હતો. બનાવ બન્યો ત્યારે ફોન ચાર્જીંગમાં ન હતો. ફોનમાં પહેલાથી જ 90 ટકા બેટરી ચાર્જીંગ હતી.
મોબાઈલ કંપનીએ ગૌરવ ગુલાટીનો સંપર્ક કર્યો હતો. તેમજ તેમનું ડિવાઈસ જમા કરાવવા કહ્યું હતું. જો કે, ગૌરવ ગુલાટીએ કાનૂની પ્રક્રિયા કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાનો બળેલો મોબાઈલ ફોન પોલીસને સોંપ્યો છે અને કંપનીની ભારતની શાખા સામે ફરિયાદ કરી છે. આ ઉપર વકીલે ભારતમાં ફોનના વેચાણ અને રોકાણ અટકાવવા માટે કંઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી છે. તેમણે કહ્યું હતું કે, જે મે અનુભવ્યું છે, જેના માટે કંપની અસંવેદનશીલ છે.
એક નિવેદનમાં મોબાઈલ કંપનીએ કહ્યું હતું કે, મોબાઈલ ફોનમાં થયેલા કથિત વિસ્ફોટની જાણ થતા અમારી ટીમ ગઈ હતી. પરતુ અનેક પ્રયાસો છતા ફોનને તપાસવાનો મોકો મળ્યો નથી. જેથી વકીલ દ્વારા કરવામાં આવેલો દાવો પુરો કરવામાં મુશ્કેલી ઉભી થઈ છે.