આર્થિક સંકટમાં મુકાયેલા પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ઉપર દુનિયાની નજર, અમેરિકા છીનવી લે તેવી શકયતા
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. પરંતુ આતંકવાદ માટે પાકિસ્તાનની છબી ખરડાયેલી હોવાથી મોટાભાગના દેશો પાકિસ્તાન સાથે અંતર જાળવી રાખવાનું પસંદ કરે છે. બીજી તરફ પાકિસ્તાનમાં અણુબોમ્બ સલામત નહીં હોવાની ચર્ચા થઈ રહી છે. દરમિયાન અમેરિકાના એક પ્રોફેકસે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસેથી અમેરિકા પરમાણુ હથિયાર છીનવી લેશે.
પાકિસ્તાનમાં અનેક આતંકવાદીઓ આશરો લઈ રહ્યાં છે અને અનેક આતંકવાદી તાલીમ કેમ્પો પાકિસ્તાનમાં ધમધમી રહ્યાં છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાનું અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશો જાણી રહ્યાં છે. બીજી તરફ હાલ પાકિસ્તાનમાં પીએમ શરીફની સરકાર ઉપર પણ સંકટ તોડાઈ રહ્યું છે. જેથી પાકિસ્તાન પાસેના પરમાણુ હથિયાર આતંકવાદી તત્વોના હાથમાં ના આવી જાય તેને લઈને દુનિયાના મોટાભાગના દેશો ચિંતા કરી રહ્યાં છે. દરમિયાન
પાકિસ્તાનના પરમાણુ હથિયાર અમેરિકા છીનવી શકે છે. તેવો અમેરિકાની ડેલાવેર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.મુખ્તદાર ખાને દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખી રહ્યું છે. તે પાકિસ્તાન પાસેથી પરમાણુ હથિયારો છીનવી લેશે. પાકિસ્તાનના પરમાણુ બોમ્બ અંગે અમેરિકાએ સ્નેચ એન્ડ ગ્રેબ નામની યોજના બનાવી છે.