Site icon Revoi.in

કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર 5 દિવસ માટે ખોલાયું, દરરોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

Social Share

મુંબઈઃ કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજથી પાંચ દિવસ માટે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. પાંચ દરમિયાન શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી શકશે. જો કે, તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા 48 કલાક પહેલા કરવામાં આવેલો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. તે માટે ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે. તા. 17થી 21મી જુલાઈ સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર પહેલી વખત ખુલ્યું છે. કોરોનાની બીજી લહેર ભલે અટકી ગઈ હોય પરંતુ શ્રદ્ધાળુઓએ મંદિર પરિસરમાં ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. મહામારીને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કરવા માટે આકરા નિયમોનું પાલન કરવું પડશે.

દરમિયાન આઈસીએમઆરના ટોપ વૈજ્ઞાનિકે જણાવ્યું કે ઓગષ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે અને દેશમાં દરરોજ એક લાખ કેસ આવી શકે છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ સતત આ જોખમને લઈ ચેતવણી આપી રહી છે.