Site icon Revoi.in

જગપ્રસિદ્ધ અને પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરનું કલરકામ હાથ ધરાશે – 1.5 કરોડના ખર્ચે મંદિરને રંગીને સુશોભિત કરવામાં આવશે

Social Share

 

સોમનાથઃ- મહાદેવના ભક્તો માટેનું સુપ્રસિદ્ધ સોમનાથ ધામ વિશ્વભરમાં જાણીતું છે, અહીં અનેક યોજનાઓ થકી પ્રવાસીઓને સુવિધાઓ આપવામાં આવી રહી છે, અહીં લાખો પ્રવાસીઓ મંદિરની મુલાકાતે આવતા હોવાથી પ્રવાસીઓ માટે ભવ્ય પાર્કિગંની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ સાથે જ તાજેતરમાં જ સોમનાથમાં ભવ્ય સમુદ્ધ દર્શન પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . ત્યારે હવે વરસાદની સિધન પૂર્ણ થતા જ અહીં લાઈટ સાઉન્ડનો શો પણ ફરીથી શરુ કરવામાં આવનાર છે.આ બાદ મંદિરને કલરકામ કરવાની યોજના પણ બનાવાઈ છે.

સોમનાથ મંદિર એ 12 જ્યોર્તિલીંગમાંનું એક છે, જે વિશ્વ પ્રસિધ્ધ અને કરોડો લોકોની શ્રધ્ધાનું  પ્રતિક છે, આ સાથે જ તેની કલાથી પણ તે વિશ્વભરમાં જાણીતું છે ત્યારે હવે સોમનાથ મંદિરને તેના જૂના રંગ પ્રમાણે જ ફરીથી રંગવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ મંદિરનું કલરકામ કરવાની યોજના અંદાજે 1.5 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે અને અંદાજે 6 વર્ષ જેટલા સમયગાળા બાદ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે,મંદિરને નવો રંગ મળતા મંદિર વધુ સુશોભિત બની ઉઠશે, જો કે કલર જનો જે છે તેજ રાખવામાં આવશે.

આ કલરકામનું યોજના કુલ પાંચ લાખ ચોરસ ફુટ એરિયાને આવરી લેશે. આ સાથે જ આ કાર્યમાં અનેક દાતાઓ ને પણ સાથ સહયોગ માટે અપીલ કરાઈ છે, શિલ્પકામ અને આકર્ષક મંદિર પરંપરા મુજબનું નાગરશૈલીનું આ કૈલાસ મહામેરૃ પ્રસાદ બાંધકામ ધરાવતા સોમનાથ મંદિરને કલરકામ કરે તે પહેલા ખૂબજ જીણવટ ભરી સફાઈ કરાશે.

આ સાથે જ  વોટર જેક સ્પ્રેથી મંદિરના ખુણે ખુણાઓને ક્લિન કરવામાં આવશે ત્યાર બાદ પ્રાઈમર લગાવી અને કેમિકલથી એન્ટી ફંગસ લગાવાશે પછી જ કલરકામનું કાર્ય શરુ કરાશે.ઉલ્લખેનીય છે દરિયાઈ વિસલ્તાર રહોવાથી અહીં ભએજની સમસ્યાઓ સર્જાતી હોય છે જેને લઈને મંદિરના કલકરકામમાં ખાસ ધ્યાન આપવામાં આવશે ,ભેજ ન લાગે તે માટે પુરતુ ધ્યાન અપાશે.