- ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતનું સાહસ
- દૂધ વેચવા માટે હેલિકોપ્ટરની ખરીદી કરી
મુંબઈઃ-મહારાષ્ટ્રના ભિવંડીમાં રહેતા એક ખેડૂત જનાર્દન ભોઇરે તેમના ડેરી વ્યવસાય માટે 30 કરોડ રૂપિયાના હેલિકોપ્ટરની ખરીદી કરી છે. તેઓ પોતે એક પણ બિલ્ડર છે અને તાજેતરમાં ડેરીના ધંધામાં ઝંપલાવ્યું છે. જનાર્દનને આ હેલિકોપ્ટર દેશભરમાં ફરવા અને તેમના ડેરીના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ખરીદ્યું છે.
પોતાની યાત્રાને સરળ બનાવવા માટે, જનાર્દનને 30 કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું છે જેથી તે દેશના જુદા જુદા વિસ્તારોમાં દૂધ વેચી શકે. તેમણે આ બાબતે કહ્યું કે,ડેરીના વ્યવસાય માટે પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં પ્રવાસ કરવો પડે છે ત્યારે આ હેલિકોપ્ટર તેમની યાત્રાનું સાથી બનશે અને તેમના ડેરી ઉદ્યોગને વિકાસની ગતિ આપશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે , મને ડેરી વ્યવસાય અને ખેતી માટે હેલિકોપ્ટરની જુર પડે છે. રવિવારના રોજ એક હેલિકોપ્ટર ટ્રાયલ માટે જનાર્દનના ગામમાં મોકલવામાં આવ્યું હતો. તેમણે તેમના ગામની પંચાયતના સભ્યોને હેલિકોપ્ટરમાં યાત્રા કરવાની ઓફર કરી હતી.
જનાર્દને 2.5 એકર જમીનમાં હેલિપેડ બનાવ્યું છે. આ સિવાય હેલિકોપ્ટર, પાઇલટ રૂમ અને ટેક્નિકલ રૂમ માટે ગેરેજ પણ હશે. તેમણે કહ્યું કે તેમનું હેલિકોપ્ટર 15 માર્ચે પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ખેડૂત પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ખેતી અને ડેરી ઉપરાંત, જનાર્દનનો રીઅલ એસ્ટેટનો વ્યવસાય પણ છે.
ભિવંડી પાસે ઘણી મોટી કંપનીઓના વેરહાઉસ છે, જેમાં મર્સિડીઝ, ફોર્ચ્યુનર, બીએમડબ્લ્યુ, રેન્જ રોવર અને અન્ય મોટી કાર કંપનીઓનો સમાવેશ છે. જનાર્દન પાસે આવા ઘણાં વખારો છે જે તેમણે ભાડે લીધાં છે. જનાર્ધન પણ આ વખારોથી સારી કમાણી કરે છે.
સાહિન-