દિલ્હી:કોંગ્રેસમાં નવા પ્રમુખની ચૂંટણી માટે સોમવારે મતદાન થયું હતું.બપોરે 3 વાગ્યા સુધી લગભગ 71 ટકા મતદાન નોંધાયું હતું, જે લગભગ 4 વાગ્યે પૂરું થયું હતું.આ ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ શશિ થરૂર વચ્ચે સીધો મુકાબલો છે.બંનેના ભાવિનો નિર્ણય હવે મતપેટીમાં કેદ થઈ ગયો છે.આ ચૂંટણી પ્રક્રિયામાં લગભગ 9300 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.દેશભરમાં 36 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા અને ત્યાં 67 બૂથ હતા, જેમાંથી 6 ઉત્તર પ્રદેશમાં હતા.એક બૂથ પર 200 મત પડ્યા હતા. હવે તમામની નજર 19 ઓક્ટોબરે યોજાનારી મતગણતરી પર છે.
પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ પોતાનો મત આપ્યો.વોટિંગ કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે,તેઓ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા.સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અહીં કોંગ્રેસના મુખ્યાલયમાં પોતાનો મત આપ્યો.
રાહુલ ગાંધીએ કર્ણાટકના બેલ્લારીમાં ‘ભારત જોડો યાત્રા’ માટે કન્ટેનર આરામ શિબિરમાં સ્થાપિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.તેમની સાથે આ યાત્રામાં 40 જેટલા નેતાઓ પણ હતા.જેઓ ‘ભારતયાત્રી’ છે.સોનિયા ગાંધીએ મતદાન પહેલા પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, “હું લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી.”