Site icon Revoi.in

આ મજૂર વ્યક્તિના કિસ્મતે બાજી મારી – મમ્મિક્કામાંથી બન્યો મોડલ,જાણો શું છે ઘટના

Social Share

 

સામાન્ય રીતે જ્યારે કોઈ સાઘારણ વ્યક્તિ ખ્યાતિ પામે છે તો તેની ચર્ચાઓ ચારે બાજૂ થવા લાગે છે, એમા પમ જો એક મજૂર કામદાર અચાનક મોજલ બની જાય તો તે સ્થિતિ તેના માટે કેવી હશે? જી હા આવું જ કંઈક બન્યું છે કેરળ રાજ્યના કોઝિકોડ જીલ્લાના ેક જમૂર કામદાર સાથે તેની કિસ્મતે ચમકી ઉઠી છે, ચાલો જાણીે શું છે કહાનિ

આ વાત છે કે કેરળના કોઝિકોડ જીલ્લામાં રહેતા મમ્મિક્કા ની તકે જેમની ઉમંર 60 વર્ષ છે.જેઓ રોજીંદા મજૂરી કરવા જાઈ અને રોજેરોજના પૈસા લાવી પોતાનું ગુજારન ચલાવતા હતા.

હર હંમેશા વિખોળાયેલા વાળ ,મેલી લૂંધી અને શર્ટ તેમની ઓળખ હતી, સામાન્ય આ પ્રકારના કપડામાં તેઓ મજૂરી કામ કરતા હતા, જો કે આ લૂંઘી શર્ટ પહેરાલા મજૂરની અચાનક એક દિવસ કિસ્મત પલટાય છે.

આ મજૂરનો નવો લૂક જોઈને સૌ કોઈ આશ્ચ્રર્ય પામે છે જી હા તેમનો ફોટો જોઈને લોકોને વિશ્વાસ  જ નથી આવી રહ્યો છે આ તે જ મમ્મિક્કા છે જેના વિખરાયેલા વાળ અને આડેધડ વધેલી દાઢીમાં જોતા હતા.

હવે મમ્મિકિકા  સૂટ-બૂટ, આંખો પર બ્રાન્ડેડ ચશ્માં, સરસ રીતે બનાવેલી દાઢી અને અલગ જ લુકમાં જોવા મળે છે, મમ્મિક્કાને જોઈ કોઈ તેમને મજૂર  તો ન જ કહી શકેચતેમને જોતા એક મોડોલ હોવાનો એહેસાસ થઈ ઉઠે છે.

વાત એમ છે કે થોડા સમય પહેલા કોઝિકોડના ફોટોગ્રાફર શારીક વાયલીલ ની નજર મમ્મિક્કા પર પડી હતી. તેને મમ્મિક્કામાં સાઉથના એક્ટર વિનાયકનની ઝલક દેખાઈ ત્યાર બાદ તેણે મમ્મિક્કાનો લૂક ચેન્જ કરી તેનો નવો લૂક આપ્યો.તેણે મમ્મિક્કાને શાનદાર રીતે તૈયાર કરીને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા અને થોડા સમયમાં જ  તે ફોટોઝ વાયરલ થઇ ગયો.

આ ઘટનાને લીને ફોટો ગ્રાફર એવા શારિક કહે છે કે, જ્યારે તેને સ્થાનિક ફાર્મ માટે એસાઇનમેન્ટ મળ્યું ત્યારે તેના મગજમાં માત્ર મમ્મિક્કાનો ચહેરો સામે આવ્યો હતો.આ શૂટ માટે તેનો સુપર ગ્લેમર મેકઓવર કરવામાં આવ્યો હતો. આર્ટિસ્ટ મજનસે મમ્મિક્કાનો મેકઓવર કર્યો હતો. અને બસ તેની કિસ્મતે બાજી મારી હવે તેઓ એક મોડેલ બની ગયા છે. તેમના ફોચટો સોશિયલ મીડિયા પર છવાયા છે.તેમને જોઈને અંદાજો ન લાગીવ શકાય કે આ એક કામદાર વ્યક્તિ હતા.