હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે, બે ગુપ્ત નવરાત્રી જ્યારે એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રી. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.
આ વર્ષે શારદીય નવરાત્રિ રવિવાર, 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે. મા દુર્ગાને સમર્પિત આ તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થશે અને મંગળવાર, 23 ઓક્ટોબર, 2023 સુધી ચાલશે. વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
શારદીય નવરાત્રી અથવા મહાપર્વ એ હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. નવરાત્રીના આ 9 દિવસો દરમિયાન, દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે.
આમ તો સનાતન ધર્મમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. નવરાત્રીનો મહાન તહેવાર ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ગરબા રમાય છે અને અન્ય સ્થળોએ દુર્ગા પૂજા થાય છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રિના છેલ્લા 4 દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બંગાળની મહિલાઓ પણ આ ચાર દિવસોમાં પરંપરાગત સાડી પહેરે છે. તેમજ ઢાકની ધૂન પર એક પ્રકારનું નૃત્ય કરવામાં આવે છે જેને ધુનુચી કહે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ ભવ્ય પંડાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેવી દુર્ગાને વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે અને અન્ય ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઓડિશાની નવરાત્રી
ભારતમાં આ ચાર સ્થળો પર દુર્ગાની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના છેલ્લા ચાર દિવસ અહીં સૌથી વધુ ઉજવવામાં આવે છે. આ સ્થાનો પર દેવી દુર્ગાની મૂર્તિ દેવીના અનેક સ્વરૂપોમાં બનાવવામાં આવે છે. પછી તેને વિસર્જિત કરવામાં આવે છે. દુર્ગા પૂજા દરમિયાન વિવિધ સ્થળોએ નાના-મોટા પંડાલ બનાવવામાં આવે છે. જ્યાં દરરોજ સાંજે ભવ્ય આરતી કરવામાં આવે છે.
તમિલનાડુની નવરાત્રી
અન્ય રાજ્યોની સરખામણીએ તામિલનાડુમાં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની પૂજા થાય છે. દરેક દેવી માટે ત્રણ દિવસ અલગ-અલગ રાખવામાં આવ્યા છે. જેમાં તેની પૂજા કરવામાં આવે છે. અહીં લોકો નવ દિવસ સુધી એકબીજાને ભેટ આપે છે. જેમાં બંગડીઓ, બિંદી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ દિવસોમાં ઢીંગલી અને તેના ઘરને સજાવવાનો પણ રિવાજ છે.
મહારાષ્ટ્રની નવરાત્રી
ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન લોકો નવી શરૂઆત કરે છે અને ઘર માટે કંઈક નવું ખરીદે છે. આ સિવાય મહિલાઓ એકબીજાને પોતાના ઘરે બોલાવે છે અને ભેટ આપે છે. મહારાષ્ટ્રમાં ગરબા અને દાંડિયા ખૂબ પ્રખ્યાત છે. નવરાત્રિના દિવસોમાં જાહોજલાલી જોવા જેવી છે. જો તમે નવરાત્રિને અલગ રીતે ઉજવવા માંગો છો, તો તમે આ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.