- ઓગસ્ટમાં આવી રહ્યા છે આટલા તહેવાર
- કરી લો અત્યારથી જ તૈયારી
- શ્રાવણ મહિનાની થશે શરૂઆત
દિલ્હી :ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. એટલે કે ઉત્તર પૂર્વિયના રાજ્યોમાં શ્રાવણ પહેલાથી જ બેસી ગયો છે અને નવા મહિનાની સાથે સાથે ઘણા મહત્વના તહેવારોની સિઝન પણ આવી ગઈ છે. ભારત તહેવારો અને ઉજવણીઓનો દેશ છે. ચોમાસાની શરૂઆત સાથે જ દેશમાં શ્રાવણીયા તહેવારોનો સિલસિલો શરૂ થઈ જાય છે. દરેક તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસની સાથે સાથે આ મહિને ઘણા ધાર્મિક તહેવારો ઉજવવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં, શ્રાવણના સોમવારના વ્રતથી લઈને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ સુધી પણ ઉજવવામાં આવશે. આ સાથે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પણ ઉજવાશે. અહીં ઓગસ્ટ 2021માં ઉજવવામાં આવતા કેટલાક મહત્વપૂર્ણ તહેવારો છે.
જો વાત કરવામાં આવે ઉત્તર પુર્વિય રાજ્યોના શ્રાવણ મહિના વિશે તો આવતીકાલે એટલે કે 02 ઓગસ્ટના રોજ, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ઉજવવામાં આવશે. આ દિવસે શિવ ભક્તો ભગવાન શિવને પ્રાર્થના કરે છે. શ્રાવણનો પહેલો સોમવાર ગયા મહિને જ ગયો.
11 ઓગસ્ટ 2021ના રોજ હરિયાળી તીજ છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં મહિલાઓ હરિયાળી તીજની ઉજવણી કરે છે. આ દિવસે વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા જીવન અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના પાંચમે દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 13 ઓગસ્ટે નાગ પંચમીનો તહેવાર ઉજવાશે. આ દિવસે ભક્તો નાગ દેવતાની પૂજા કરે છે, જે જીવનના તમામ દુ:ખો દૂર કરે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
દર વર્ષની જેમ આ વખતે પણ સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી થશે. આપણે 15 ઓગસ્ટ 2021ના રોજ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવીશું.
શ્રાવણ મહિનાનો સૌથી મહત્વનો તહેવાર છે, જે શ્રાવણની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણ ચંદ્ર તારીખ, 22 ઓગસ્ટ 2021ના રોજ ઉજવવામાં આવશે. બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનની સુરક્ષાનું વચન આપે છે. આ સાથે બહેન ભાઈને લાંબા આયુષ્ય અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
25 ઓગસ્ટ 2021ના રોજ, પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કજરી તીજ ઉપવાસ કરશે. આ દિવસે મહિલાઓ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા ઉપવાસ કરીને કરે છે. શ્રાવણ સમાપ્ત થયા બાદ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે . ધાર્મિક ગ્રંથો અનુસાર, શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્રમાં મધ્ય રાત્રિએ થયો હતો. આ વખતે આ દિવસ 30 ઓગસ્ટ 2021ના રોજ આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ જન્માષ્ટમીનો તહેવાર આ દિવસે ઉજવાશે.