ચાતુર્માસના પ્રારંભ સાથે તહેવારોની મોસમ ખીલી ઊઠશેઃ આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ
રાજકોટઃ ચાતુર્માસની શરૂઆતની સાથે જ તહેવારોની મોસમ ખીલી ઊઠી છે. આગામી તારીખ 9મી ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. આજથી જયાપાર્વતીના વ્રતનો પ્રારભં થયો છે. દેવપોઢી એકાદશીથી ચાતુર્માસની શરૂઆત સાથે હવે તહેવારોની મોસમ ખીલશે. આગામી તારીખ 9મી ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારભં થઇ રહ્યો છે. આખું સૌરાષ્ટ્ર્ર શિવની ભકિતમાં લીન થઇ જશે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ હવે છેક દિવાળી સુધી સંખ્યાબધં તહેવારો આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર્રની સંસ્કૃતિ ઉત્સવ પ્રિય છે. હાલમાં નાની નાની બાળાઓના મોરાકત ના વ્રત ચાલી રહ્યા છે આજે તેમનો ત્રીજો દિવસ છે ભગવાન શિવ અને પાર્વતીના પૂજન સાથે આજથી જયાપાર્વતીના વ્રત ની શરૂઆત થઈ છે પાંચ દિવસ સુધી યુવતીઓ મીઠા વગરનો ખોરાક અને ઉપવાસ એકટાણા કરે છે. ગોરમા અને જ્વેરા ના પૂજન સાથે પાંચ દિવસ જ જયા પાર્વતીના વ્રતના છેલ્લા દિવસે આખી રાતનું જાગરણ કરવામાં આવે છે. આગામી 15 દિવસમાં શ્રાવણ માસનો દિવ્ય પ્રારભં થઇ રહ્યો છે જેને લઇને સૌરાષ્ટ્ર્ર–કચ્છના ભાવિકો દ્રારા અત્યારથી તૈયારીઓ શ થઈ ચૂકી છે. ગત વર્ષે કોરોના ના લીધે ઘરે બેસીને શિવની આરાધના ભાવિકોએ કરી હતી ત્યારે આ વર્ષે કોરોના હળવો થતાં સુપ્રસિદ્ધ તીર્થધામોમાં દર્શન માટેનો પ્રતિબંધને સરકાર હળવો બનાવે તેવી ભાવિકો ને આશા છે.
આ વર્ષે પણ તારીખ 9મીથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારભં થાય છે અને આ વર્ષે પાંચ સોમવાર હોવાથી ભાવિકોનો ઉત્સાહ બેવડાયો છે. 22 ઓગસ્ટે રક્ષાબંધન અને 29 અને30 ઓગસ્ટ સાતમ–આઠમના તહેવારો આવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના ના લીધે ઘરમાં પુરાઈ રહેલા સૌરાષ્ટ્ર્રમાંથી ઓ અત્યારથી જ તહેવારોની ઊજવણી કરવા ફરવાના સ્થળો અને ધાર્મિક સ્થળો પર કરવાના પ્લાનિંગ કરી રહ્યા હોય ટિકિટ બુકિંગ માટે પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.