Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કેરલ સ્ટોરી’નું રિલીઝના 14 દિવસ બાદ પણ બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન

Social Share

મુંબઈઃ ફિલ્મ ઘ કેરળ સ્ટોરી બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરનારી ફિલ્મ બની છે તો સાથે જ ફિલ્મ પઠામ બાદ વર્ષની આ બીજી ફિલ્મ છએ કે જેણે સૌથી વધુ કમાણી કરી છએ મહત્વની વાત એ છે કે આ ફિલ્મ 5 મે ના રોલ સિનેમાઘરોમાં રિલીઝ થR હતી ત્યારે 14 દિવસ બાદ પણ ફિલ્મને દર્શકો મળી રહ્યા છે.

ફિલ્મ ઘ કરેળ સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મનો જાદુ ચાહકોમાં હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાને 14 દિવસ થઈ ગયા છે. હાલમાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. કોરોના બાદ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં કેરળ સ્ટોરી ચોથા નંબરે પહોંચી ગઈ છે.

ધ કેરળ સ્ટોરી’નું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાઓની અરજી પર પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરવામાં આવી છે. આલા વિવાદ બાદ પણ ફિલ્મે પોતાની શાનદાર જીત હાંસલ કરી લીધી છે.

ફિલ્મે બીજા વીકએન્ડ પર જ  150 કરોડની કમાણી કરી હતી. માનવામાં આવે છે કે આ વીકએન્ડ ધ કેરલા સ્ટોરી 200 કરોડને પાર કરી શકે છે.માત્ર 9 દિવસમાં જ ફિલ્મે 100 કરોડવની ક્લબમાં સ્થાન બનાવી લીધુ હતું. રિલીઝના બીજા સપ્તાહમાં પણ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. કેરળ સ્ટોરી માત્ર 12 દિવસમાં વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની હતી અને હવે બુધવારે એટલે કે 14મા દિવસે પણ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું હતું.

બ્લોકબસ્ટર હિટ ધ કેરલા સ્ટોરીએ બીજા બુધવારે લગભગ 9 થી 9.50 કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે ફિલ્મની કમાણીમાં 5%નો ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો તે 175 કરોડની નજીક પહોંચી ગઈ છે.કેરળ સ્ટોરી તેના બીજા સપ્તાહના અંતે 100 કરોડના આંકડાને સ્પર્શી ગઈ હતી. હવે એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ ત્રીજા શનિવાર અથવા રવિવારે 200 કરોડનો આંકડો પાર કરી જશે.