સામાન્ય અંદાજપત્ર માટે નાગરિકો પાસેથી નાણા મંત્રાલયે સૂચનો મોકલવા અનુરોધ કર્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્ર માટે દેશના નાગરિકોને 10મી ડિસેમ્બર સુધી સુચનો મોકલવા અનુરોધ કર્યો છે. આગામી વર્ષના બજેટ માટે સરકાર તરફથી લોકોને પોતાના ચુચનો મોકલવા માટે અપીલ કરી છે.
સરકાર ઇચ્છી રહી છે કે લોકો પણ લોકસાહીમાં પોતાનો ફાળો આપે. સરકાર ઇચ્છી રહી છે કે આગામી વર્ષનું બજેટ રજુ કરતા પહેલા લોકો પાસેથી તેમના અભીપ્રાયો મેળવવામાં આવે અને આગીમી બજેટથી વધુમાં વધું લોકોને લાભ થાય તેવુ હાલ સરકાર ઇચ્છી રહી છે.
માય જીઓવી ડોટ ઈન વેબસાઈટ ઉપર જણાવ્યું છે કે, બજેટ બનાવવાની પ્રક્રિયા સર્વસમાવેશક બનાવવા અને તેમાં નાગરિકોને પણ જોડવા આ નિર્ણય લેવાયો છે.
નાગરિકો પાસેથી મળનારા સૂચનો ભારતને આર્થિક મહાસત્તાક અને તેના સર્વગ્રાહી વિકાસ માટે મદદરૂપ બનશે. નાણાંમંત્રાલયે જણાવ્યું કે, ભૂતકાળમાં પણ નાગરિકો દ્વારા અપાયેલા કેટલાક સૂચનોનો અંદાજપત્રમાં સમાવેશ કરાયો હતો.